નવી દિલ્હી, તા. ૨૫
અમેરિકાની નેશનલ સ્પેસ સોસાયટીએ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામને વર્નહર વોન બ્રાઉન મેમોરિયલ એવોર્ડથી સન્માનિત કરવાની જાહેરાત કરી છે. ગઈ કાલે સાંજે સાનડિયાગો ખાતે યોજાયેલી એક આંતરરાષ્ટ્રીય અવકાશ વિકાસની કોન્ફરન્સમાં નેશનલ સ્પેસ સોસાયટીએ આ પ્રમાણે જણાવ્યું હતું. એનએસએસ એ નહિ નફો નહિ નુકસાનના ધોરણે સંસ્કૃતિને પોષે એવા અવકાશ વિકાસ અંગેના યોગ્ય કાર્યક્રમો પ્રત્યે સર્મિપત સંસ્થા છે. અબ્દુલ કલામના અવકાશ-સંબંધિત પ્રોજેક્ટો અને તેને સફળતાપૂર્વક પાર પાડવામાં તેમની દોરવણી અને ટીમને કોઓર્ડિનેટ કરવાની હોંશિયારી આ એવોર્ડથી વિશ્વ સમક્ષ ઉજાગર થઇ છે. પોતાનાં પ્રવચનમાં એવોર્ડ સ્વીકારતાં કલામે કહ્યું કે વિશ્વએ સોલર એનર્જી તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની તાતી જરુરિયાત છે, કારણ કે ગ્લોબલ એનર્જી અને ઈલેક્ટ્રિકલ પાવર સ્રોતના રૃપમાં સોલર એનર્જીમાં ઘણીબધી શક્યતાઓ તપાસવાની આવશ્કતા છે. એક વર્લ્ડ સ્પેસ નોલેજ પ્લેટફોર્મ ઊભું કરવાની ભલામણ કલામે કરી હતી કે જેમાં ભારત અને યુએસના સંયુક્ત પ્રયત્નથી અવકાશ વિકાસ પર વિચારવિમર્શ થઈ શકે એવી વર્ચુઅલ લેબની રચની કરવી જોઇએ. એ લેબમાં સોલર પાવરનો અવકાશી ટેરિસ્ટ્રિયલ સ્ટેશન માટે ઉપયોગ કરવા અંગે સંશોધનો હાથ ધરાય એમ હું ઇચ્છું છું.
No comments:
Post a Comment