મુંબઈ 01, મે
ભારતીય સીનેમાજગતની દિગ્ગજ અને જાજરમાન અભિનેત્રી માલાસિંહાએ હાલમાં જ યોજાયેલા દાદાસાહેબ ફાળકે એવોર્ડનો બહિષ્કાર કર્યો હતો. મંગળવારે યોજાયેલા એવોર્ડ સમારંભમાં તેમણે ભાગ લીધો નહોતો, તેમણે જણાવ્યું કે હું દાદાસાહેબ ફાળકે એવોર્ડ સ્વીકારીશ નહીં. ફાળકે એવોર્ડ કમિટી દ્વારા મારું અપમાન કરવામાં આવ્યું છે. એક તરફ તેઓ કલાકારોને આ ઉચ્ચ કોટીનો એવોર્ડ આપે છે અને બીજી તરફ તેમનું અપમાન પણ કરે છે. ફાળકે કમિટીના સભ્યો જ્યારે મને એવોર્ડ વિશે વાત કરવા આવ્યા ત્યારે મને આનંદ થયો હતો કે મને આ એવોર્ડ મળવાનો છે પણ જ્યારે તેમણે મને આમંત્રણપત્રિકા આપી તો તેમાં મારું નામ જ નહોતું, તેને કારણે મને આઘાત લાગ્યો છે, તેમણે ખરેખર મારી સાથે મોટો અન્યાય કર્યો છે, તેમાં ફાળકે એવોર્ડના વિજેતાઓની યાદી હતી પણ તેમાં મારું નામ ક્યાંય નહોતું. મને એમ લાગે છે કે આ રીતે મારું અપમાન કરવા કરતાં તેમણે મને લાફો મારી દીધો હોત તો મને એટલું ખોટું ન લાગ્યું હોત. મહત્ત્વની વાત એ છે કે તેમની અદાકારી અને સૌંદર્યને કારણે તેમને ૬૦ના દાયકમાં હોલિવૂડમાંથી પણ ફિલ્મ માટે ઓફરો આવતી હતી.
No comments:
Post a Comment