Sunday, May 26, 2013

અબ્દુલ કલામને વર્નહર વોન બ્રાઉન મેમોરિયલ એવોર્ડ એનાયત


નવી દિલ્હી, તા. ૨૫

અમેરિકાની નેશનલ સ્પેસ સોસાયટીએ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામને વર્નહર વોન બ્રાઉન મેમોરિયલ એવોર્ડથી સન્માનિત કરવાની જાહેરાત કરી છે. ગઈ કાલે સાંજે સાનડિયાગો ખાતે યોજાયેલી એક આંતરરાષ્ટ્રીય અવકાશ વિકાસની કોન્ફરન્સમાં નેશનલ સ્પેસ સોસાયટીએ આ પ્રમાણે જણાવ્યું હતું. એનએસએસ એ નહિ નફો નહિ નુકસાનના ધોરણે સંસ્કૃતિને પોષે એવા અવકાશ વિકાસ અંગેના યોગ્ય કાર્યક્રમો પ્રત્યે સર્મિપત સંસ્થા છે. અબ્દુલ કલામના અવકાશ-સંબંધિત પ્રોજેક્ટો અને તેને સફળતાપૂર્વક પાર પાડવામાં તેમની દોરવણી અને ટીમને કોઓર્ડિનેટ કરવાની હોંશિયારી આ એવોર્ડથી વિશ્વ સમક્ષ ઉજાગર થઇ છે. પોતાનાં પ્રવચનમાં એવોર્ડ સ્વીકારતાં કલામે કહ્યું કે વિશ્વએ સોલર એનર્જી તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની તાતી જરુરિયાત છેકારણ કે ગ્લોબલ એનર્જી અને ઈલેક્ટ્રિકલ પાવર સ્રોતના રૃપમાં સોલર એનર્જીમાં ઘણીબધી શક્યતાઓ તપાસવાની આવશ્કતા છે. એક વર્લ્ડ સ્પેસ નોલેજ પ્લેટફોર્મ ઊભું કરવાની ભલામણ કલામે કરી હતી કે જેમાં ભારત અને યુએસના સંયુક્ત પ્રયત્નથી અવકાશ વિકાસ પર વિચારવિમર્શ થઈ શકે એવી વર્ચુઅલ લેબની રચની કરવી જોઇએ. એ લેબમાં સોલર પાવરનો અવકાશી ટેરિસ્ટ્રિયલ સ્ટેશન માટે ઉપયોગ કરવા અંગે સંશોધનો હાથ ધરાય એમ હું ઇચ્છું છું.

Monday, May 6, 2013

ભારતીય મૂળની મૂક-બધિર નેહલ ભોગાઇતા બની 'મિસ ઇન્ડિયા વર્લ્ડવાઇડ'


વોશિંગ્ટન, તા. 4
ભારતીય મૂળની બ્યુટી થેરપિસ્ટ નેહલ ભોગાઇતા 'મિસ ઇન્ડિયા, વર્લ્ડવાઇડ' સ્પર્ધા જીતનાર પહેલી મૂક-બધિર બની ગઇ છે. નેહલના 'મિસ ઇન્ડિયા, વર્લ્ડવાઇડ' બનવાની સાથે જ ઇતિહાસમાં એક નવો અધ્યાય જોડાઇ ગયો છે. આ સ્પર્ધાના આયોજક અમેરિકન સંગઠન આઈએફસીના ઓર્ગેનાઇઝર ધર્માત્મા સરણે કહ્યું કે, 'નેહલે પોતાનાં જેવા બધિર અને વિકલાંગ લોકો માટે એક આદર્શ ઉદાહરણ પૂરું પાડયું છે.' લિસેસ્ટરની રહેવાસી નેહલે ગત વર્ષે ઓક્ટોબરમાં મિસ ઇન્ડિયા યુકેનો ખિતાબ મેળવ્યો હતો. નેહલ લોકોના હોઠને જોઇને તથા પોતાની નાની બહેનની મદદથી વાતચીત કરે છે.
સાંભળી શકવામાં અસમર્થ હોવાં છતાં ધૂનનાં વાઇબ્રેશન પર જ તેણે ગયા અઠવાડિયે કુઆલાલંપુરમાં આયોજિત કરવામાં આવેલી 'મિસ ઇન્ડિયા, વર્લ્ડવાઇડ' સ્પર્ધાના નેવર ગિવઅપ રાઉન્ડમાં એક બોલિવૂડ સોંગ પર ડાન્સ કર્યો હતો. આ સ્પર્ધામાં દુનિયાભરમાંથી ભારતીય મૂળની ૪૦ યુવતીઓએ ભાગ લીધો હતો. મલેશિયાની જસવીરકૌર સંધૂ ફર્સ્ટ રનરઅપ અને ઓમાનની સુરભી સચદેવ સેકન્ડ રનરઅપ બની હતી. ટોપ ફાઇવમાં પહોંચનાર બીજી બે ફાઇનલિસ્ટ યુએઇની ગીતાંજલિ કેલાથ અને નાઇજિરિયાની આયુશી છાબરા હતી. ઈએફસીએ 'મિસ ઇન્ડિયા, વર્લ્ડવાઇડ'નાં આયોજનની શરૃઆત ૧૯૯૦થી કરી હતી.
 
 

અપરાજિતા દત્તાને અપાયો ગ્રીન ઓસ્કાર એવોર્ડ


વોશિંગ્ટન, 4 મે 
વન્યજીવનના જીવવિજ્ઞાાની અપરાજિતા દત્તાએ પક્ષી બચાવો અભિયાન દ્વારા ભારતમાં હોર્નબિલ નામનાં પક્ષીને બચાવીને ભારતનું ગૌરવ વધાર્યું છે. અરૃણાચલપ્રદેશમાં હોર્નબિલને બચાવવાનું ઉમદા કામ કરનાર અપરાજિતાને ગ્રીન ઓસ્કાર એવોર્ડ દ્વારા સન્માનિત કરાયાં છે.
દત્તાએ હોર્નબિલ નામનાં પક્ષીની પાંચમાંથી બે જાતિને પૂર્વ હિમાલયમાં શોધી કાઢી હતી અને પ્રાણીવિજ્ઞાાનની દૃષ્ટિએ અસુરક્ષિત પક્ષીઓને બચાવવા માટે અભિયાન હાથ ધર્યું હતું. દત્તા લુપ્ત થઈ રહેલાં બ્રાઉન હોર્નબિલ અને રયુફસ ગરદનવાળાં હોર્નબિલ પર અધ્યયન કરી રહી છે. દત્તાએ કરેલા સરવે અનુસાર હોર્નબિલની સુંદર ચાંચ અને તેનાં પીંછાંઓને લીધે તે માણસોનો શિકાર બન્યું છે. 
આ પક્ષી ખાસ કરીને પૂર્વ હિમાલયનાં જંગલોમાં જ રહે છે અને કીડા તેમજ અંજીર તેમનો મુખ્ય આહાર છે. આ પક્ષીઓની વિલુપ્તતાનું એક કારણ તે પણ હોઈ શકે છે કે, ૧૮ સદીમાં અહીંયાં મોટાભાગનાં જંગલોનો નાશ કરવામાં આવ્યો હતો. દત્તા ૧૯૯૬થી મૈસુરમાં શરૃ કરવામાં આવેલી એનસીએફ નામની એક એનજીઓ માટે દસ વર્ષથી એક સિનિયર વૈજ્ઞાાનિક તરીકે ખૂબ જ નિષ્ઠાપૂર્વક કામ કરી રહી છે. કુલ આઠ જીવવિજ્ઞાાનીઓને આ એવોર્ડમાં એનાયત કરવામાં આવ્યો છે જેમાં દત્તાનો પણ સમાવેશ થાય છે. ડબલ્યૂએફએનને અનુસાર, ડો. દત્તાએ પક્ષીઓની આબાદીની સ્થિતિમાં સુધારો કરવા માટે તેમને અનુકૂળ અને સુરક્ષિત એરિયાની સ્થાપના કરવાની માગણી કરી છે.

Wednesday, May 1, 2013

રાષ્ટ્રપતિએ પદ્મ પુરસ્કાર આપ્યાં : સંદેશના દેવેન્દ્ર પટેલને પદ્મશ્રી


નવી દિલ્હી, તા. ૨૦
રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા રાષ્ટ્રપતિ ભવન ખાતે એક સમારંભમા આજે જુદા જુદા ક્ષેત્રોમાં યોગદાન આપી રહેલી પ્રતિષ્ઠિત વ્યક્તિઓને બે પદ્મવિભૂષણ અને ૩૮ પદ્મશ્રી પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા. પદ્મ પુરસ્કારોની ઘાોષણા ગણતંત્ર દિવસે કરવામાં આવી હતી. આ સમારોહ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ મોહંમદ હામિદ અંસારી, વડાપ્રધાન મનમોહનસિંહ, ગૃહમંત્રી સુશીલકુમાર શિંદે સહિત અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા. 
રાજેશ ખન્ના, નાના પાટેકર, બૉક્સર મેરીકૉમ અને બ્રમ્હોસ મિસાઈસના પ્રણેતા એ. શિવતાણુને પદ્મ વિભૂષણ આપી સન્માનિત કરવામાં આવ્યા છે. રાજેશ ખન્ના અને જસપાલસિંહ ભટ્ટીને તેમની મૃત્યુ બાદ પદ્મ વિભૂષણ આપવામાં આવ્યું છે. રાજેશ ખન્નાની પત્ની ડિમ્પલ કપાડિયાએ તે પુરસ્કાર લેવા ઉપસ્થિત રહી હતી.
રાષ્ટ્રપતિ ભવન ખાતે ઉદ્યોગપતિ આદિ ગોદરેજ, ઓલમ્પિક ચંદ્રક વિજેતા યોગેશ્વર દત્ત, વિજય કુમાર, અભિનેતા નાના પાટેકર,ડિઝાઇનર રીતુ કુમાર, પ્રોફેસર રોડ્ડમ નરસિમ્હા, આંતરાષ્ટ્રીય નિષ્ણાંત અને પ્રખ્યાત ચિત્રકાર સયૈદ હૈદર રઝા, સહિત અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓને પદ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. તે સાથે જ પ્રોફેસર સત્ય નધમ અત્લુરી, એરોસ્પેસ નિષ્ણાંત ડૉ. મહારાજ કિશન ભાણ, શાસ્ત્રીય ગાયક ઉસ્તાદ અબ્દુસ રસીદ ખાન, રિપ્લેસમેન્ટ સર્જરીના અગ્રણી ડૉ. નંન્દકિશોર શામરાઓ, સંપાદક

માલાસિંહાનું અપમાન! ફાળકે એવોર્ડનો કર્યો બહિષ્કાર


મુંબઈ 01, મે
ભારતીય સીનેમાજગતની દિગ્ગજ અને જાજરમાન અભિનેત્રી માલાસિંહાએ હાલમાં જ યોજાયેલા દાદાસાહેબ ફાળકે એવોર્ડનો બહિષ્કાર કર્યો હતો. મંગળવારે યોજાયેલા એવોર્ડ સમારંભમાં તેમણે ભાગ લીધો નહોતો, તેમણે જણાવ્યું કે હું દાદાસાહેબ ફાળકે એવોર્ડ સ્વીકારીશ નહીં. ફાળકે એવોર્ડ કમિટી દ્વારા મારું અપમાન કરવામાં આવ્યું છે. એક તરફ તેઓ કલાકારોને આ ઉચ્ચ કોટીનો એવોર્ડ આપે છે અને બીજી તરફ તેમનું અપમાન પણ કરે છે. ફાળકે કમિટીના સભ્યો જ્યારે મને એવોર્ડ વિશે વાત કરવા આવ્યા ત્યારે મને આનંદ થયો હતો કે મને આ એવોર્ડ મળવાનો છે પણ જ્યારે તેમણે મને આમંત્રણપત્રિકા આપી તો તેમાં મારું નામ જ નહોતું, તેને કારણે મને આઘાત લાગ્યો છે, તેમણે ખરેખર મારી સાથે મોટો અન્યાય કર્યો છે, તેમાં ફાળકે એવોર્ડના વિજેતાઓની યાદી હતી પણ તેમાં મારું નામ ક્યાંય નહોતું. મને એમ લાગે છે કે આ રીતે મારું અપમાન કરવા કરતાં તેમણે મને લાફો મારી દીધો હોત તો મને એટલું ખોટું ન લાગ્યું હોત. મહત્ત્વની વાત એ છે કે તેમની અદાકારી અને સૌંદર્યને કારણે તેમને ૬૦ના દાયકમાં હોલિવૂડમાંથી પણ ફિલ્મ માટે ઓફરો આવતી હતી.