અમેરિકન યુનિવર્સિટીઓ સાથે સંકળાયેલા
રાસાયણિક પ્રક્રિયાઓના પૂર્વાનુમાન અને સમજ માટે કમ્પ્યૂટર સિમ્યૂલેશનની શોધ કરી
(પીટીઆઇ) સ્ટોકહોમ, તા. ૯
રાસાયણિક પ્રક્રિયાને સમજવા અને પૂર્વાનુમાન કરવા માટે કમ્પ્યૂટર સિમ્યૂલેશનની ટેકનિક શોધવા બદલ ત્રણ વૈજ્ઞાાનિકો(મોલેકયૂલર કેમીસ્ટ)ને રસાયણશાસ્ત્રના નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. જ્યૂરીએ જણાવ્યું હતું કે અમેરિકન ઓસ્ટ્રેલિયન નાગરિક માર્ટિન કારપ્લસ, અમેરિકન બ્રિટિશ માઇકલ લેવિટ અને અમેરિકન ઇઝરાયેલી એરિહ વારશેલને જટિલ રાસાયણિક પ્રક્રિયા માટે મલ્ટીસ્કેલ મોડેલનો વિકાસ કરવા માટે આ સન્માન આપવામાં આવી રહ્યું છે.
આ ત્રણેય વૈજ્ઞાાનિકોએ વાસ્તવિક જીવનને દર્શાવનાર કમ્પ્યૂટર મોડેલ વિકસિત કર્યા છે જે વર્તમાન સમયમાં રસાયણશાસ્ત્રના ક્ષેત્રમાં થયેલા વિકાસ માટે ખૂબ જ જરૃરી છે. જેના પરિણામે જટિલ રાસાયણિક પ્રક્રિયાઓના પૂર્વાનુમાન કરવા માટે શકિતશાળી કમ્પ્યૂટર પ્રોગ્રામોનો પ્રયોગ કરવામાં આવી શકે છે.૮૩ વર્ષીય કારપ્લસ, ૬૬ વર્ષીય લેવિટ અને ૭૨ વર્ષીય વારશેલ ત્રણેય અમેરિકન યુનિવર્સિટીઓ સાથે સંકળાયેલા છે.
આ સંશોધનથી ફાર્મા એન્જિનિયરો અને મેન્યુફેકચરિંગ કેમીસ્ટોને સમસ્યાના ઉકેલ માટે ત્વરિત માર્ગ મળી જશે. આ પ્રક્રિયાઓ મિલીસેકન્ડના નાના ભાગમાં થઇ શકે છે અને તે જૂની અલગોરિધમ પધ્ધતિથી ખૂબ જ ઝડપી છે. પારંપરિક પધ્ધતિમાં તબક્કાવાર કાર્ય કરવામાં આવે છે.
આ ત્રણેય વૈેજ્ઞાાનિકોએ પોતાના મોડેલમાં પારંપરિક ભૌતિકવિજ્ઞાાન અને કવોન્ટમ ભૌતિકશાસ્ત્રનું સંયોજન કર્યુ છે. આ ગણતરીના પરમુટેશનની સંખ્યા વધારે દે છે પરંતુ ડેટાના પૃથક્કરણ માટે કમ્પ્યૂટરને ખૂબ જ શક્તિની જરૃર પડે છે.
નોબેલ પેનલે જણાવ્યું હતું કે માર્ટિન કારપ્લસ, માઇકલ લેવિટ અને એરિહ વારશેલે જે પદ્ધતિઓનો વિકાસ કર્યો છે તેની વિશેષતા એ છે કે સમગ્ર વિશ્વમાં સ્વીકૃત છે.

No comments:
Post a Comment