Jan 10, 2013 |
કેલિફોર્નિયા, તા. ૧૦
૨૪મી ફેબ્રુઆરીએ હોલિવૂડના ડોલ્બી થિયેટર પરથી ૮૫મા ઓસ્કાર એવોર્ડનું જીવંત પ્રસારણ ૮૫મા ઓસ્કાર એવોર્ડ માટે જુદી જુદી શ્રેણીનાં નામાંકનોની ગુરુવારે જાહેરાત કરાઈ હતી. સિવિલ વોર પર બનાવાયેલી ફિલ્મ લિન્કને બેસ્ટ પિક્ચર, ડિરેક્ટર અને એક્ટર સહિત ૧૨ જેટલી જુદી જુદી શ્રેણીમાં નોમિનેશન પ્રાપ્ત કરીને ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યુ હતું. બેસ્ટ પિક્ચર માટે નોમિનેટ કરાયેલી ફિલ્મોમાં મોટી ઉંમરનાં લોકોના પ્રેમસંબંધ પર આધારિત ફિલ્મ એમર, ઇરાન પર આધારિત ફિલ્મ આર્ગો, બીસ્ટ ઓફ સાઉધર્ન વાઇલ્ડ, ડેન્ગો અનચેઇન્ડ, લેસ મિઝરેબલ્સ, લાઇફ ઓફ પાઇ, સિલ્વર લાઇનિંગ્સ પ્લેબુક અને ઓસામાબ બિન લાદેનને ઠાર મારવા હાથ ધરાયેલાં ઓપરેશન આધારિત ફિલ્મ ઝીરો ડાર્ક થર્ટીનો સમાવેશ થાય છે.
લિંકન ફિલ્મમાં ગુલામીપ્રથા નાબૂદ કરવા માટે અબ્રાહમ લિંકને કરેલા ૧૩મા સુધારાને પસાર કરવાની વાત વણી લેવાઈ છે. ઓસ્કારમાં બેસ્ટ એક્ટર માટે નોમિનેશન મેળવનાર લિંકન ફિલ્મના હીરો ડે લેવિસે અદ્ભુત અભિનય આપ્યો હતો. ડે લેવિસની સાથે બેસ્ટ એક્ટર માટે નોમિનેશન પ્રાપ્ત કરનારા બ્રૂડલી કૂપરે ફિલ્મ સિલ્વર લાઇનિંગ પ્લેબુકમાં માનસિક રોગીની ભૂમિકા ભજવી છે, જે તેનું જીવન પાછું મેળવવા ખૂબ જ સંઘર્ષ કરે છે.
બિન લાદેન પર આધારિત ફિલ્મ ઝીરો ડાર્ક થર્ટી માટે અભિનેત્રી જેસિકા કાસ્ટેને બેસ્ટ એક્ટ્રેસ માટે નોમિનેશન પ્રાપ્ત કર્યું હતું જ્યારે સિલ્વર લાઇનિંગ પ્લેબુકમાં જેનિફર લોવરન્સે મુશ્કેલીમાં ફસાયેલી વિધવા મહિલાની ભૂમિકા ભજવી હતી. બીજી બાજુ બેસ્ટ સર્પોટગ એક્ટ્રેસ માટે ધ માસ્ટરમાં અભિનય બદલ એમી એડમ્સનું નોમિનશન કરાયું હતું. ૨૪મી ફેબ્રુઆરીએ હોલિવૂડના ડોલ્બી થિયેટર પરથી ઓસ્કાર એવોર્ડ સમારંભનું એબીસી ચેનલ જીવંત પ્રસારણ કરશે.
એન્ડ ધ નોમિનિઝ આર...
બેસ્ટ ફિલ્મ
(૧) આર્મર
(૨) બીસ્ટ્સ ઓફ ધ સધર્ન વાઇલ્ડ
(૩) જેન્ગો અનચેઇન્ડ
(૪) લેસ મિઝરેબલ્સ
(૫) લિન્કન
(૬) લાઇફ ઓફ પાઈ
(૭) સિલ્વર લાઇનિંગ્સ પ્લેબુક
(૮) ઝીરો ડાર્ક થર્ટી
બેસ્ટ એક્ટર
(૧) ડેનિયલ ડે લ્યૂઇસ-લિંકન
(૨) બ્રેડલી કૂપર-સિલ્વર લાઇનિંગ્સ પ્લેબુક
(૩) હ્યુ જેકમેન-લેસ મિઝરેબલ
(૪) જેક્વિન ફિનિક્સ-ધ માસ્ટર
(૫) ડેનઝેલ વોશિંગ્ટન-ફ્લાઇટ
બેસ્ટ એક્ટ્રેસ
(૧) જેસિકા ચેસ્ટિન-ઝીરો ડાર્ક થર્ટી
(૨) જેનિફર લોરેન્સ-સિલ્વર લાઇનિંગ્સ પ્લેબુક
(૩) ઇમાન્યુએલા રિવા-આર્મર (સૌથી વૃદ્ધ અભિનેત્રી)
(૪) ક્વીનઝાને વાલિસ-બીસ્ટ્સ ઓફ ધ સધર્ન વાઇલ્ડ (સૌથી નાની)
(૫) નાઓમી વોટ્સ-ધ ઇમ્પોસિબલ
બેસ્ટ સપોર્ટિંગ એક્ટર
(૧) એલન આર્કિન-આર્ગો
(૨) રોબર્ટ ડી નીરો-સિલ્વર લાઇનિંગ્સ પ્લેબુક
(૩) ફિલિપ સેમોર હોફમેન-ધ માસ્ટર
(૪) ટોમી લી જોન્સ-લિન્કન
(૫) ક્રિસ્ટોફર વોલ્ટ્ઝ-જેન્ગો અનચેઇન્ડ
બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ
(૧) એમી એડમ્સ-ધ માસ્ટર
(૨) સેલી ફિલ્ડ-લિંકન
(૩) એન હેથવે-લેસ મિઝરેબલ
(૪) હેલન હન્ટ-ધ સેશન્સ
(૫) જેકિ વિવર-સિલ્વર લાઇનિંગ્સ પ્લેબુક
બેસ્ટ ડિરેક્ટર
(૧) મિશેલ હેનેક-આર્મર
(૨) બેન્હ ઝેટલિન-બીસ્ટ્સ ઓફ ધ સધર્ન વાઇલ્ડ
(૩) એન્ગ લી-લાઇફ ઓફ પાઈ
(૪) સ્ટીવન સ્પિલબર્ગ-લિન્કન
(૫) ડેવિડ ઓ રસેલ-સિલ્વર લાઇનિંગ્સ પ્લેબુક
No comments:
Post a Comment