Wednesday, September 3, 2014

ભારતીય વૈજ્ઞાનિકે વગાડ્યો અમેરિકામાં ડંકો

http://sandesh.com/article.aspx?newsid=2982328




વોશિગ્ટન, 3 સપ્ટેમ્બર

ભારતીય મૂળનાં વૈજ્ઞાનિક ડો. થોમસ જોન કોલકોટોએ યુએસનો કેમિસ્ટ્રીમાં સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવ્યો હતો. કેમિસ્ટ્રિમાં યોગદાન બદલ થોમસને અમેરિકન કેમિકલ સોસાયટીનો એસીએસ એવોર્ડ મેળવ્યો હતો. કેરળની સેન્ટ બરચમેન્સ કોલેજમાં અભ્યાસ કર્યો, ઉપરાંત ચેન્નઇની આઇઆઇટીમાં પણ અભ્યાસ કર્યા બાદ થોમસ યુએસમાં વધુ શોધ અને અભ્યાસ માટે ગયા હતા.

પહેલાં ભારતીય
થોમસ પ્રથમ એવા ભારતીય બન્યા છે કે જેમને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. એવોર્ડને પગલે કેમિસ્ટ્રિ ક્ષેત્રે થોમસે ભારતનું નામ રોશન કર્યું છે. થોમસ 1995માં અમેરિકા આવ્યા હતા અને પેલેડીયમ કેટલાઇઝ્ડ ક્રોસ કપલિંગ વિષયમાં રિસર્ચ કરવાનું શરૂ કર્યું હતું. હાલમાં તેમની લેબમાં જે કેટલાયઝ ડેવલપ કરવામાં આવ્યા હતા એનો ઉપયોગ હિપેટાઇટીસ સીની દવા બનાવવામાં થઈ રહ્યો છે. આ સિવાય ટાઇપ 2 ડાયાબિટીસ અને હાઇપર ટેન્શનની બીજી દવાઓ બનાવવામાં પણ એનો ઉપયોગ થાય છે.

ટેલેન્ટેડ સાયન્ટિસ્ટ
થોમસ આ સિવાય ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના પીએચડીના થિસીસ એક્ઝામિનર તરીકે તેમજ રૂટગર યુનિવર્સિટીમાં વિઝિટીંગ ફેકસ્ટી તરીકે પણ કાર્યરત છે.